September 23, 2021
September 23, 2021

‘દીદી’ના ગઢમાં ભાજપને વધુ એક ફટકો

ધારાસભ્ય સુમન રોયની TMCમાં ઘરવાપસી

પશ્ચિમ બંગાળમાં આજે ચૂંટણીપંચે વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટી(BJP)ને મોટો આંચકો લાગ્યો છે. ભાજપના ધારાસભ્ય સુમન રોયે કેસરીયો ખેસ ઉતારીને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.

તૃણમૂલ કોંગ્રેસના નેતા પાર્થ ચેટર્જીએ કહ્યું કે, કાલિયાગંજથી ભાજપના ધારાસભ્ય સુમન રોય બંગાળ અને ઉત્તર બંગાળના વિકાસ માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે. બંગાળની સંસ્કૃતિ અને વારસાને અકબંધ રાખવા માંગે છે. તેમણે કહ્યું કે પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે મારા પૂર્વ સાથીદારને ફરી સામેલ કરવા આવ્યો છું.

TMCમાં જોડાયા બાદ સુમન રોયે કહ્યું કે હું TMCનો વિદ્યાર્થી હતો ભાજપમાં જોડાયો અને ટિકિટ લઈને તેમના માટે જીત્યો પણ મારું દિલ ટીએમસીમાં હતું. વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને લોકોએ 213 બેઠકો પર આશીર્વાદ વરસાવ્યા છે. અમારા નેતાઓ ઉત્તર બંગાળ અને બંગાળના વિકાસ માટે ઘણું કામ કરી રહ્યા છે.

 10 ,  1