સુપ્રીમ કોર્ટે સોમવારે પી ચિદમ્બરમની અરજી ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે પૂર્વ નાણામંત્રી ચિંદમ્બરની વચગાળાના જામીન અરજી ફગાવી દીધા પછી આ અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે આ અરજી વિશે સુનાવણી કરતાં કહ્યું છે કે, અરજી સુપ્રીમ કોર્ટમાં આવ્યા પછી ચિદમ્બરમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેથી આ અરજીનો કોઈ અર્થ નથી. હવે ચિદમ્બરમે નવી અરજી ફાઈલ કરવાની રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અમે સીબીઆઈની તપાસમાં કોઈ દખલગીરી કરવા નથી માંગતા. હાલ સીબીઆઈની ટીમ ચિદમ્બરમને લઈને રાઉઝ એવન્યુ કોર્ટ આવવા રવાના થઈ છે. સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરમના રિમાન્ડ વધુ 4 દિવસ વધારી દીધા છે. હવે ચિદમ્બરમ 30 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં રહેશે.
આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં ઇડીએ આ મુદ્દે પી.ચિદમ્બરમની તરફતી દલિલ કરતા કપિલ સિબ્બલે કહ્યું કે, 2017માં ફરિયાદ થયા બાદથી તપાસમાં કંઇ જ થયું નથી. આ મીડિયા ટ્રાયલ થઇ રહ્યું છે. ચિદમ્બરમ પર આરોપ લગાવાઇ રહ્યા છે કે તેમની ઘણી બધી પ્રોપર્ટી છે, જો તેમણે એક પણ ખોટી પ્રોપર્ટી મળી આવે તો હું અરજી પાછી ખેંચી લઇશ.
33 , 1