September 26, 2020
September 26, 2020

ચીનને વધુ એક આંચકો, રશિયાએ S-400 મિસાઇલોની આપૂર્તિ પર હાલ પ્રતિબંધ લગાવ્યો

ચીનને વધુ એક આંચકો લાગ્યો છે. રશિયાએ સપાટી પરથી હવામાં માર કરનાર S-400 મિસાઇલોની આપૂર્તિ પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે હવે ચીને પોતાના S-400 સિસ્ટમ માટે રશિયા પાસેથી જરૂરી મિસાઇલો નહી મળે.

ભારત સાથે તણાવ વચ્ચે આ ચીન માટે એક મોટો આંચકો છે. જોકે ચીન આ માનવા માટે તૈયાર નથી. ચીની સમાચાર પત્ર સોહૂમાં કહેવામાં આવ્યું છે કે ‘રશિયાએ મિસાઇલોની આપૂર્તિને હાલ પેન્ડીંગ કરી દીધી છે. થોડી હદે કહી શકાય કે આ ચીનના હકમાં છે. કારણ કે હથિયારોની ડિલીવરીનું કામ ખૂબ જટિલ છે.ચીનને ટ્રેનિંગ માટે સૈન્ય કર્મી અને ટેક્નિકલ સ્ટાફ મોકલવો પડતો, તો બીજી તરફ રશિયાએ પણ હથિયારોની સેવામાં લેનાર મોટી સંખ્યામાં પોતાના ટેક્નિકલીકર્મીઓને બીજિંગ મોકલવા પડતા, જોકે હાલના સમયમાં ખૂબ મુશ્કેલ છે.

રશિયા દ્વારા મિસાઇલોની આપૂર્તિને પેન્ડીંગ કર્યા બાદ ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે રશિયાએ મજબૂરીમાં આ નિર્ણય લીધો છે. કારણ કે તે ઇચ્છે કે કોરોના વાયરસનો સામનો કરવામાં લાગેલી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનું ધ્યાન ભટકે.એક સૈન્ય રાજદૂત સૂત્રએ રશિયાની ન્યૂઝ એજન્સી TASS ને જણાવ્યું કે 2018માં ચીનએ S-400 મિસાઇલનો પહેલો બેચ મળ્યો હતો. S-400 વાયુ રક્ષા સિસ્ટમને રશિયામાં પોતાના તરફથી સૌથી ઉન્નત સિસ્ટમ ગણવામાં આવે છે. જે 400 કિલોમીટરના અંતર અને 30 કિલોમીટરની ઉંચાઇ સુધીના ટાર્ગેટને નષ્ટ કરવામાં સક્ષમ છે.   

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર