મોંઘવારીનો વધુ એક માર, અમૂલે દૂધના પ્રતિ લિટરના ભાવમાં કર્યો 2 રૂપિયાનો વધારો

આ નવા ભાવનો અમલ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે

દેશમાં કોરોના મહામારીના પગલે ધંધા-રોજગાર પડી ભાગતા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ત્યાં બીજી બાજુ જનતાને મોંઘવારીનો વઘુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે આમ સામાન્ય પ્રજા પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

આજે અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ બે રૂપિયાનો વધારો કરી દીધો છે. આ નવા ભાવનો અમલ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા બે રૂપિયાનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સમાપ્ત થતા જ દેશમાં પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધી રહ્યા છે પરિણામે દેશના 12થી વઘુ રાજ્યોમાં લિટર દીઠ પેટ્રોલનો ભાવ 100ને પાર કરી ગયો છે. તેમજ ડીઝલનો ભાવ પણ પ્રતિ લિટર 100ની નજીક પહોચી જવા આવ્યો છે.

 58 ,  1