September 20, 2021
September 20, 2021

મુંબઇમાં વધુ એક નિર્ભયાની જિંદગી પિંખાઇ..!

લોખંડના પાઇપ વડે પ્રાઇવેટ અંગો પર હુમલો કરતા મોત

મુંબઈના સાકીનાકા વિસ્તારમાં દુષ્કર્મનો શિકાર બનેલી પીડિતાનું આજે સારવાર દરમ્યાન નિધન થયું છે. મુંબઈનાં સાકીનાકા વિસ્તારમાં મહિલા સાથે રેપ કરવામાં આવ્યો હતો અને તે બાદ હવસખોરે મહિલાનાં પ્રાઇવેટમાં રૉડ વડે નુકસાન પહોંચાડ્યું હતું. પીડિતાને મુંબઈનાં રાજવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં 33 કલાક સુધી મોત સામે જંગ લડ્યા બાદ આખરે મહિલા હારી ગઈ.

પીડિતાનાં નિધન પહેલા મુંબઈનાં મેયર કિશોરીએ કહ્યું હતું કે મહિલાની પરિસ્થિતિ ખૂબ જ ક્રિટિકલ હતી, લોહી ખૂબ જ ઓછું અને પ્રાઇવેટ પાર્ટ નીકળી ગયું છે. મહિલાનાં આંતરડા બહાર આવી ગયા હતા.

નોંધનીય છે કે મુંબઈ પોલીસે આરોપો મોહન ચૌહાણની ધરપકડ કરી લીધી છે અને તેના વિરુદ્ધ IPCની ધારા 307, 376, 323 અને 504 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

બીજી તરફ રેપનાં આરોપીનાં CCTV પણ સામે આવ્યા છે. પીડિતા રાતે આઠ વાગ્યે બહેનનાં ઘરે જવા માટે નીકળી હતી.

 123 ,  3