વડાપ્રધાન મોદીની ગુજરાતને વધુ એક ભેટ, મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ભૂમિપૂજન કર્યું

PM મોદીએ અમદાવાદ મેટ્રો ફેજ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો

PM મોદી ગઈ કાલે કેવડિયા કોલોનીને 6 રાજ્યો સાથે જોડતી ટ્રેનોની કનેક્ટીવીટીની ભેટ આપ્યા બાદ આજે સુરત અને અમદાવાદને વધુ એક ભેટ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન થવાની સાથે સાથે સાથે અમદાવાદ મેટ્રો ફેઝ-2નું પણ ખાતમુહર્ત થયું છે.

આ બંને પ્રોજેક્ટનું પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુહૂર્ત કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ ઉપસ્થિત રહ્યાં.

વાત અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કરીએ તો, જે ફેઝ-2 પ્રોજેક્ટનો શિલાન્યાસ થવાનો છે તે ફેઝ-1 પ્રોજેક્ટનું વિસ્તરણ હશે. ફેઝ-2 પ્રોજેક્ટ અમદાવાદને ગાંધીનગર સાથે જોડશે. અમદાવાદ મેટ્રોલ રેલ પ્રોજેક્ટના બાકી રહેતા 33.5 કિલોમીટરની કામગીરી 15 ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

ફેઝ-2 કોરિડોર એકની લંબાઈ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 22.8 કિલોમીટરની છે. જેને ભવિષ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ સાથે જોડવામાં આવે તેવી તેવી જોગવાઈ રાખેલ છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર