વડોદરા પોલીસની વધુ એક ‘ગુંદાગર્દી’ : વેપારીને ઢોર માર મારી કપડાં ફાડી, જમીન પર પછાડી લાતો મારી

વીડિયો વાયરલ થતાં ઉચ્ચ અધિકારીઓ આવ્યા હરકતમાં, ACPને સોંપવામાં આવી તપાસ

વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે કર્ફ્યૂમાં ગલ્લો ખુલ્લો રાખનાર સામે કાર્યવાહીને બદલે પોલીસ કર્મીઓએ ઢોર માર મારી કપડાં ફાડી, જમીન પર પછાળી લાતો મારી ગુંડાગર્દીનું પ્રમાણ રજૂ કર્યું હતું. વડોદરા શહેરમાં પોલીસ જવાનોની લુખ્ખાગીરીના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. તેવામાં વધુ એક કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના વડસર વિસ્તારમાં એક પાનની દુકાનના વેપારીને બે પોલીસ જવાનો દ્વારા પછાડી પછાડીને ઢોર માર મારવાના કિસ્સાએ ફરી એક વાર ખાખી પર સવાલો ઉભા કર્યા છે. કાર્યવાહી કરવાને બદલે માંજલપુર પોલીસ મથકના બે કોન્સ્ટેબલોએ ઢોર માર-મારવામાં આવ્યો હોવાની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોર તેમજ હરીશ ચૌહાણના માથે ખાખીનો નશોએ હદે સવાર હતો કે વેપારી બે હાથ જોડી તેમની માફી માંગતો રહ્યો છતાં આ બંને પોલીસ જવાનો લાચાર વેપારીને પછાડી પછાડીને મારતા રહ્યા. જેના કારણે વેપારીને ઇજાઓ પણ પોહચી હતી. પોલીસે વેપારીને પહેલા તો ધડાધડ લાફા માર્યા પછી જમીન પર પછાડી લાતો મારી આ સમગ્ર ઘટનાના CCTV લોકોની રક્ષક કહેવાતી ખાખી ખોફનાક બની હોયની સાબિતી આપી રહ્યા છે.

લોકો પાસે કાયદાનું પાલન કરાવવું એ પોલીસ ની જવાબદારી છે જો વેપારી એ કાયદાનું ઉલ્લંઘન કર્યું તો માંજલપુર પોલીસ સ્ટેશન ના આ બે કોન્સ્ટેબલ ઠાકોરભાઇ તેમજ હરીશ ચૌહાણ એ વેપારી સામે ગુનો દાખલ કેમ ન કર્યો ?? તેમજ પોલીસ ને આ પ્રકારે સામાન્ય જનતા ને ઢોર માર મારવા નો અધિકાર કોણે આપ્યો એ સૌથી મોટો સવાલ છે.

મહત્વ નું છે કે સમગ્ર ઘટના ના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થતા DCP કરણરાજ વાઘેલા દ્વારા મીડિયા સમક્ષ પોલીસના આ પ્રકારના વર્તન ની નિંદા કરી ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. તેમજ સમગ્ર મામલાની તપાસ ACP કુપાવતને સોંપવામાં આવી છે. 

પોલીસ-મીડિયા ગ્રુપમાં DCP કરણરાજ વાઘેલા દ્વારા જરૂર જણાય તો આ બંને પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કરવા સુધીની ખાતરી આપવામાં આવી છે ત્યારે ખાખી ને ખોફનાક બનાવી લાંછન લગાવનાર કોન્સ્ટેબલ ઠાકોર તેમજ હરીશ ચૌહાણ વિરુદ્ધ તેમનું જ પોલીસ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

 57 ,  1