મહારાષ્ટ્રમાં વધુ એક હોસ્પિટલમાં આગ, 4 દર્દીઓના મોત…

થાણેની પ્રાઇમ ક્રિટીકેર હોસ્પિટલમાં વહેલી સવારે આગ લાગી..

દેશમાં કોરોનાના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે. થાણે ખાતે આવેલી પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં બુધવારે સવારના સમયે આગ લાગી હતી. આગ લાગવાના કારણે દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 4 દર્દીઓના મોત થયા છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે.

થાણે મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું કે, બુધવારે સવારે 3:40 કલાકે થાણેના મુંબ્રામાં પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં આગ લાગી ગઈ હતી. ફાયર વિભાગની બે ગાડીઓ અને અન્ય એક બચાવ વાહને ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.

અગાઉ વિરાર ખાતેની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 14 લોકોના મોત થયા હતા. હોસ્પિટલમાં કોરોનાના 17 દર્દીઓ આઈસીયુમાં હતા જેમાંથી 14ના મોત થયા હતા. આગ લાગી તે સમયે હોસ્પિટલમાં કુલ 90 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા અને 3 આઈસીયુ દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.

 12 ,  1