જૂનાગઢ : વંથલીમાં વધુ એક દુષ્કર્મની ઘટના, 12 વર્ષની સગીરા પર આચર્યો બળાત્કાર

વંથલીમાં પરપ્રાંતીય યુવકે 12 વર્ષની સગીરાને પીંખી નાખી, ધરપકડ

જૂનાગઢના વંથલી પંથકમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 12 વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. એક પરપ્રાંતીય યુવાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરા એક દિવસથી ગુમ હોવાથી તેની શોધખોળ આદરવામાં આવી હતી. જે બાદમાં તપાસ કરતા સગીરા આરોપીના ઘરેથી જ મળી આવી હતી.

મળતી વિગત મુજબ, વંથલીમાં એક 12 વર્ષની બાળકી ગુમ થઇ હતી. આ અંગે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે તપાસ દરમિયાન પોલીસે તપાસ કરતા બાળકી એક યુવકના ઘરેથી મળી આવી હતી. પોલીસ તપાસમાં બાળકી પર દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. જે બાદમાં પોલીસે પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી છે. પોલીસે યુવાન પર પોક્સોની કલમ પણ લગાવી છે.

જૂનાગઢના વંથલી પંથકમાં અઠવાડિયામાં કિશોરી પર દુષ્કર્મની આ બીજી ઘટના છે. ચાર દિવસ પહેલા જ અહીં એક નવ વર્ષની માસૂમ સાથે નજીકના સંબંધીએ જ દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી પ્રમાણે વંથલીની હદમાં આવેલા વિસ્તારમા રહેતી નવ વર્ષની માસૂમ બાળકી સાથે તેના મામાની દીકરીના દીકરાએ દુષ્કર્મ આચર્યું હતું.

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર