રાજકોટમાં વધુ એક ‘મુન્નાભાઈ MBBSની ધરપકડ

 લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટરની ધરપકડ

સમગ્ર રાજ્યભરમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. તો બીજી તરફ રાજકોટ શહેરમાં એક બાદ એક નકલી ડૉક્ટરો ઝડપાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દર્દી ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કોઈ પણ જાતની માન્યતા વગર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટર લલિત દેસાણીની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ મેડિકલના સાધનો, દવાઓ તેમજ રોકડ રકમ સહિત કુલ 6300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવી જણાવ્યું હતું કે, પીએસઆઇ એમ.વી.રબારી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, મહીકા મેઈન રોડ પર આવેલ માનસરોવર સોસાયટી શાળા નંબર 96 સામે નેવિલ ક્લિનિક નામના દવાખાનામાં લલિત દેસાણી નામની વ્યક્તિ કોઈપણ જાતની માન્યતાપ્રાપ્ત ડિગ્રી વગર બોગસ ડોક્ટર બની બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે.

ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આઈપીસીની કલમ 419 તથા મેડીકલ પ્રેકટીશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ હાલ આરોપીની પૂછપરછ પણ શરૂ છે કે, આખરે તે કેટલા સમયથી આ પ્રકારે કોઈપણ જાતની માન્યતાપ્રાપ્ત ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસે 17 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન રાજકોટ પોલીસ કમિશનર વિસ્તારમાંથી 4 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડયા હતા. તો 6 નવેમ્બરના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બોગસ તબીબ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત રાજકોટ પોલીસે આરોગ્ય વિભાગનું નાક કાપ્યું હોય તેવો ઘાટ સામે આવ્યો છે. કારણકે સામાન્યતઃ આ તમામ બાબતો જોવાની મોનિટરીંગ કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની હોય છે.

ત્યારે રાજકોટ પોલીસે સતત એક બાદ એક બોગસ તબીબોને ઝડપી પાડી રહી છે. ત્યારે અહીં સવાલ તો એવો થાય છે કે, આખરે શું આ તમામ બોગસ તબીબો આરોગ્ય વિભાગને રહેમ દ્રષ્ટિ નીચે મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા કે શું? શા માટે આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારના બોગસ તબીબો ને ઝડપી પાડવામાં નથી આવી રહ્યા?

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર