સુરતમાં વધુ એક ખૂન, ચાકુના પાંચ ઘા મારી યુવકને રહેંસી નાખ્યો

 પાંડેસરા હાઉસિંગમાં યુવાનને જાહેરમાં ચપ્પુના 5 ઘા મારી હત્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગમાં યુવાનને જાહેરમાં ચપ્પુના 5 ઘા મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મૃતક હાર્દિક ગોંડ મહારાષ્ટ્રનો રહેવાસી અને મજૂરીકામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. જો કે સમગ્ર મામલે પરિવારના જણાવ્યા અનુસાર, હાર્દિક હત્યા કેસમાં સંડોવાયેલા માથાભારે ઇસમે કેટલાક મહિનાઓ પહેલા મૃતકના ભાઈ મનોજને પણ જાહેરમાં માર્યો હતો. ઘટનાના પગલે પોલીસ દોડતી થઇ ગઈ હતી. અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. 

ઘટનાની વિગત મુજબ, પાંડેસરા વિસ્તારમાં હાઉસિંગમાં હાર્દિક ગોંડ નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતને હત્યા થઇ હોવાનું પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની રાતની છે. હું નોકરી પરથી આવ્યા બાદ ભોજન કરવા બેઠો હતો. એવામાં જ મિત્રનો ફોન આવ્યો હતો. તારા ભાઈને વાગ્યું છે જલ્દી આવ, એટલે હું દોડીને પાંડેસરા હાઉસિંગ ગયો હતો. જ્યાં મારો ભાઈ એક અનાજ-કરીયાણાની દુકાનની બાજુમાં ઇજાગ્રસ્ત હાલતમાં અને લોહીના ખાબોચિયામાં પડેલો હતો.

વધુમાં જણાવ્યું હતું કે તાત્કાલિક 108માં ભાઈ હાર્દિકને સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, હાર્દિક પર હુમલો બે ટપોરી અને માથાભારે ઈસમો સહિત 4-5 જણાએ કર્યો હતો. ઉપરા-ઉપરી 4-5 ઘા મારી હુમલાખોરો ભાગી ગયા હતા. અગાઉ પણ માથાભારેએ નજીવી બાબતે મારી ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ તલવાર લઈ ઘરમાં ઘૂસી ગયો હતો. એ સમયે પોલીસે ફરિયાદ લઈ કડક કાર્યવાહી કરવાના બદલે મને ધક્કા ખવડાવ્યા હતા. જેને લઈ આજે મારા ભાઈની હત્યા કરવામાં આવી છે. અમે સામાન્ય પરિવારના છીએ અને આર્થિક રીતે ઘરને મદદરૂમ થતા ભાઈની હત્યાને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર