ગુજરાતમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસ, મહેસાણામાં મહિલાનો રિપોર્ટ પોઝિટીવ

રાજ્યમાં ઓમિક્રોનના ભણકારા, કુલ 5 કેસ થયા

ગુજરાતમાં હવે ઓમિક્રોન ધીમા પગલે પગપેસારો કરી રહ્યો છે. જામનગર અને સુરતમાં નોંધાયા બાદ હવે મહેસાણા જિલ્લામાં વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે નોંધાતા તંત્ર દોડતું થયું છે. જિલ્લાના વિજાપુરના પિલવાઈમાં 6 દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતા સાસુ વહુને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આ બન્નેમાંથી વહુનો કેસ ઓમિક્રોન પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો છે. આ પહેલા જામનગરમાં ત્રણ અને સુરતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો હતો.

મહેસાણાના વીજાપુરની એક મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડનગરની આશા વર્કર મહિલાને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરંતુ તે ઝિમ્બાબ્વેથી આવેલી એક મહિલના સંપર્કમાં આવી હતી. ત્યારે આ મહિલાના પરિવારજનો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ મહિલાના પાડોશી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. 

પિલવાઈમાં રહેતા 43 વર્ષીય મહિલાના પતિના નિધન બાદ શોક સભામાં અનેક લોકો આવ્યાં હતા, જેમાં સાસુ તેમજ વહુને સામાન્ય લક્ષણો દેખાતા તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યાં હતા. જેમાં બન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. ત્યારબાદ જિલ્લા આરોગ્ય તંત્રએ તેઓને હોમ ક્વોરેન્ટાઈન કર્યા હતા.

પિલવાઈ ખાતે રહેતા 43 વર્ષીય મહિલાના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યાં હતા. જ્યાં મહિલાનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. મહિલાને હાલ વડનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યાં છે. જિલ્લા આરોગ તંત્રના જણાવ્યાં પ્રમાણે હાલમાં ઓમિક્રોન કેસ મહેસાણા જિલ્લામાં નોંધાયો છે. મહિલાને સારવાર અર્થે મોકલી આપવામાં આવી છે.

ઓમિક્રોન પોઝિટીવ આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહિલાના સ્વજનોમાં ઝિમ્બાબ્વેથી આવેલા પરિવારજનો એક બેસણા પ્રસંગે મળ્યા હતા. ઝિમ્બાબ્વેથી આવેલા સ્વજનોનો ત્રણ-ત્રણ વખત રિપોર્ટ કર્યા બાદ પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી