લોલમલાલ…! દર્દી હોસ્પિટલમાં જીવિત અને પરીવારને કહ્યું – લાશને લઇ જાવ….

વ્યારાની કોવિડ હોસ્પિટલની ઘોર બેદરકારી, જીવિત વ્યક્તિને મૃત જાહેર કરી બીજા દર્દીનો મૃતદેહ પરિવારને સોંપાયો

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં કોવિડ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં 72 વર્ષીય ધિરજભાઈ નરોત્તમભાઈ પંચોલી નામના વ્યક્તિની તબિયત લથડતા તેમને પહેલા અન્ય હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ત્યાંથી તેમને વ્યારાની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં દાખલ કર્યાના થોડાજ સમયમાં હોસ્પિટલમાંથી પરિવારજનોને ફોન આવ્યો હતો કે ધિરજભાઈની તબિયત વધુ ખરાબ ગઈ છે, જેથી જલ્દી આવો અને પછી હોસ્પિટલ પહોંચતા તેઓનું અવસાન થયું હોવાનું જણાવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, પરંતુ થોડીવારમાં જાણવા મળ્યું કે ધિરજભાઈ જીવિત છે અને તેઓ વોર્ડમાં બેઠા છે. જેથી પરિવારજનો અને સંબંધીઓએ હોસ્પિટલમાં હંગામો કર્યો હતો

​​​​​​​હોસ્પિટલે મૃતકની લાશને કિટ પહેરાવી પેક કરીને આપી હતી. જોકે સ્વજનો દ્વારા ચેહરો જોવા જતાં લાશ બીજા કોઈની હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ સ્વજનોએ તપાસ કરતા જાણવા મળ્યું કે ધિરજભાઈ જીવિત છે અને તેઓ વોર્ડમાં બેઠા છે, જેથી પરિજનો અને સંબંધીઓએ હોસ્પિટલની બેદરકારી બદલ આપો ગુમાવી હોસ્પિટલમાં હલ્લો મચાવ્યો હતો. બીજી તરફ હોસ્પિટલે પોતાની ભૂલ સ્વિકારી કસુરવારોને તુરંત અન્ય જગ્યા પર બદલી દેવાની વાત કરી હતી.

 20 ,  1