રાજકોટ : અઢી મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીએ લગાવ્યો ફાંસો

વિરમગામની યુવતીને રાજકોટના યુવાન સાથે સોશિયલ મીડિયામાં થયો હતો પ્રેમ

રાજકોટમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સંતકબીર રોડ પર આર્યનગરમાં રહેતી યુવતીએ ફાંસો ખાઈ મોતને વહાલું કરતા ચકચાર મચી ગઈ હતી. વિરમગામની યુવતીને રાજકોટના યુવાન સાથે સોશિયલ મીડિયામાં પ્રેમ થયો, પ્રેમલગ્નના અઢી માસ પછી અંતિમ પગલું ભરી લીધું. મળતી માહિતી મુજબ રાજકોટના સંતકબીર રોડ પર આર્યનગરમાં રહેતી ઉષાબેન હર્ષદભાઇ ઘેડીયાએ ગઇકાલે સોમવારે તેના ઘરે જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વેલેન્ટાઇન ડેના બીજા દિવસે જ યુવતીએ આપઘાત કરતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી છે. તેના લગ્નને હજુ દોઢ માસ જ થયો હતો.

મૂળ વિરમગામની વતની ઉષાને સોશિયલ મીડિયાના માધ્યમથી હર્ષદ સાથે પ્રેમ થયો હતો. આ બનાવથી બી ડિવીઝન પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉષાના માતા-પિતાને જાણ કરવામાં આવતા તેઓ પણ રાજકોટ દોડી આવ્યા હતા. તેઓનું નિવેદન નોંધી બી ડિવીઝન પોલીસે ઉષાના પતિ વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર