જમ્મુ-કાશ્મીર : બારામૂલામાં વધુ એક આતંકીને ઉતાર્યો મોતને ઘાટ

દુકાનદારને ગોળી મારવા જઈ રહેલા આતંકીને સેનાએ કર્યો ઠાર

જમ્મુ કાશ્મીરના બારામૂલામાં એક દુકાનદારની ગોળી મારવા જઈ રહેલા એક આતંકીને ભારતીય સુરક્ષાદળોએ ઠાર માર્યો છે. માર્યા ગયેલા આતંકીએ થોડાક દિવસ પહેલા 2 નાગરિકોની હત્યા કરી હતી. હજું સુધી એ વાતની જાણકારી નથી મળી શકી કે માર્યો ગયેલો આતંકી કયા આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો.  

તો બીજી તરફ હજુ પણ કેટલાંક વિસ્તારોમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકાને લઇ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત કેટલાક દિવસોમાં કાશ્મીરમાં નિશાન બનાવી સામન્ય નાગરિકોની  હત્યા કરવામાં આવી રહી છે. સતત થઈ રહેલા આ હુમલાને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળોએ ઘાટીમાં સુરક્ષા વધારી દીધી છે

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી