કચ્છમાં લાગ્યા પાકિસ્તાનના સમર્થનમાં દેશવિરોધી નારા, પોલીસે શરૂ કરી તપાસ

હર્ષ સંઘવીએ તાબડતોબ તપાસના આપ્યા આદેશ

કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ વિજય સરઘસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ટોળામાં કેટલાક શખ્સો દ્વારા પાકિસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર કરાઈ રહ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વાયરલ વીડિયો ભચાઉના દુધઈનો હોવાનું અનુમાન છે. પોલીસ વિવાદાસ્પદ નારાને લઈ તપાસ કરી છે.

કચ્છના અંજાર તાલુકાના દુધઈ ગામમાં પાકિસ્તાન જીંદાબાદના નારો લગાવતા વિવાદ સર્જાયો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામ દરમિયાન જીતની ખુશીમાં કોઈએ ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારો લગાવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. મતગણતરી બાદ કોઈના પક્ષમાં હાર આવી તેમજ કોઈના પક્ષમાં જીત આવી. ત્યારે અંજાર તાલુકાના દુધઈ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની વિજેતા રેલી દરમિયાન ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લાગ્યા હતા.

ચાર ગામનો સમન્વય ધરાવતી દુધઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ઉમેદવારોની પેનલ વચ્ચે યોજાયો હતો. 4200ના મતદાન ધરાવતા દુધઈ પટ્ટીના આ મહત્વના ગામે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જેમાં રીનાબેન રાંઘુભાઈ કોઠીવારને 1026 મત મળતા વિજેતા જાહેર થયા હતા. ત્યાર બાદ જીતની ઉજવણી કરતા તેમના સમર્થકો મતદાન મથકની ભીડ વચ્ચેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમાંથી કોઈએ પાકિસ્તાન જિંદાબાદના નારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

હર્ષ સંઘવીએ કહ્યું- સમગ્ર મામલે સરકાર ગંભીર

તો બીજી તરફ આ વીડિયો વાયરલ થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું- સમગ્ર મામલે સરકાર ગંભીર છે. આરોપીઓને પકડી કાર્યવાહી કરવામાં આવશે.

હર્ષ સંઘવીએ પત્રકારો સંબોધતા જણાવ્યું કે, સમગ્ર મામલે કચ્છના રેન્જ IG સાથે ખાસ વાતચીત કરેલી છે અને સમગ્ર મામલે તાત્કાલિક અસરથી કડક પગલા ભરવામાં આવે અને કચ્છની આ જે ઘટના છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે.

આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનના સમર્થનમાં લાગેલા નારાને લઈને સવારે જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને નારા લગાવનાર તમામ લોકોને પકડવામાં આવશે. તો સરકાર પણ કચ્છ બાબતે ગંભીરતા પૂર્વક પગલા ભરી રહી છે અને નારા લગાવવામાં સામેલ તમામ લોકોને પકડી લેવામાં આવશે.

અંજાર પોલીસે આ કથિત વીડિયોને લઈને તપાસ હાથ ધરી

અત્રે મહત્વનું છે કે, આ વીડિયો અંજારનો હોવાનો દાવો થઈ રહ્યો છે. દુધઈના મહિલા સરપંચ જીત્યા હોવાથી તેમના વિજય સરઘસમાં તેમના વિરોધીઓએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, અંજાર પોલીસે આ કથિત વીડિયોને લઈને વધુ તપાસ હાથ ધરી છે. બાદમાં તપાસ બાદ જ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી