સુરતમાં અસામાજિક તત્વો બેફામ, બુટલેગરે જાહેરમાં કરી તોડફોડ

ડૉન ભૂરીના આતંક બાદ હવે બુટલેગર શિવા ગેંગે સુરત માથે લીધું…

સુરતમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ક્રાઇમનું હબ બની રહેલું સિટી હવે સભ્ય સમાજના નાગરિકો માટે ભય અને ત્રાસ ઊભો કરી રહ્યું હોય તેવી લાગી રહ્યું છે. બુટલેગર શિવા અને તેના સાથીઓનો સરેઆમ જાણે પોલીસનો ડર ન હોય તેમ ભર બજારમાં લાકડી ધોકા લઈ ગાળો બોલી રહ્યા છે. દાદાગીરી કરી રહ્યા છે.

સુરતના ભાઠેના વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. સુરતમાં દિવસેને દિવસે દાદાગીરીની ઘટનાઓ વધતા સામાન્ય નાગરિકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. બુટલેગર શિવા અને તેના સાથીઓનો સરાજાહેર તલવારથી લોકોને ડરાવી ધમકાવી તોડફોડ કરી રહ્યા હતા જે દરમિયાન કોઈએ વીડિયો લઈ લુખ્ખા તત્વોનો આંતક છતો કર્યો છે.

આ આવાર તત્વોના કાળા ધંધાની એટલે કે દારૂ,જુગારની કોઈ જાગૃત નાગરિકે બાતમી આપી હતી જે બાદ શકને આધારે રૌફ જમવા બજારમાં તલવાર લાકડી અને ધોકા લઈ  બુટલેગર શિવા અને તેના સાથીઓ નીકળી પડ્યા હતા. દિવાળી ટાણે બજારમાં લોકોની ભીડ હોવા છતાં પણ દુકાનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી. અનેક ઘટનાઑ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં પોલીસ પણ માથાભારે તત્વોને છાવરતી હોય તેવા આરોપ થઈ રહ્યા છે .

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી