મોદી સરકારની મોટી જીત, ભારત આગળ એન્ટિગુઆ ઝૂક્યું, મેહુલ ચોકસીની નાગરિકતા રદ્દ કરાશે

પંજાબ નેશનલ બેંકમાં કરોડોનો ગોટાળો કરી દેશ છોડી ભાગી ગયેલા હીરા વેપારી નીરવ મોદીના પાર્ટનર અને મામા મેહુલ ચોકસીની મુશ્કેલીઓ વધવાની છે. તેઓ અત્યાર સુધી એન્ટિગુઆમાં રહેતા હતા, પરંતુ ત્યાંના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને નિવેદન આપ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ મેહુલ ચોકસીની નાગરિકતા રદ્દ કરવાના છે. તેમના મતે ભારતની તરફથી સતત તેમના પર દબાણ બનાવામાં આવી રહ્યું હતું.

બીજી તરફ, પીએનબી ગોટાળાના આરોપી મેહુલ ચોકસી પર મુંબઈ હાઈકોર્ટે કડક વલણ અપનાવી લીભું છે. હાઈકોર્ટે ચોકસીને કહ્યું છે કે તેઓ સ્વાસ્થ્ય સંબંધી તપાસના પેપર્સ મુંબઈના સરકારી હોસ્પિટલને મોકલે. કોર્ટે કહ્યું છે કે હોસ્પિટલના મુખ્ય કાર્ડિયોલોજિસ્ટ રિપોર્ટનો અભ્યાસ અને એનાલિસિસ કર્યા બાદ કોર્ટને જણાવશે કે તે ભારતનો પ્રવાસ કરવા માટે ફિટ છે કે નહીં.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી