મહારાષ્ટ્ર સંકટ પર બોલ્યા રાઉત – દેશમુખના રાજીનામાની નથી જરૂર

‘વસૂલી મુદ્દે’ દેશમુખનું રાજીનામું નહી, શિવસેના નેતા સંજય રાઉતે કર્યું સ્પષ્ટ

મુંબઇ પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના ગંભીર આરોપો પર શિવસેનાએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની મનાઇ કરી દીધી છે. શિવસેન નેતા સંજય રાઉતે કહ્યું કે સરકારને વિપક્ષની ગંદી રાજનીતિનો શિકાર બનવું ન જોઇએ. 

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રના રાજભવનમાં ભાજપના નેતાઓનું 2 દિવસથી આવવું-જવું અને ખાવું-પીવું ચાલી રહ્યું છે, તેને ચાલવા દો. મહારાષ્ટ્રમાં ન્યાય પ્રક્રિયા ખુબ જ પારદર્શક છે. તે તપાસ મુખ્યમંત્રીની દેખરેખમાં થાય છે. એન્ટીલિયા-સચિન વાજે મામલે વિપક્ષ ગંદી રાજનીતિ કરી રહ્યું છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે, તેમના આરોપોની તપાસ થવી અને દૂધનું દૂધ પાણીનું પાણી થવું જોઇએ. દૂધમાં કોણે પાણી ભેળવ્યું છે, તે પણ સ્પષ્ટ થઇ જશે.

રાઉતે કહ્યું કે સરકારે વિપક્ષની ગંદી રાજનીતિનો શિકાર ન બનવું જોઇએ. જો આમ થયું તો પરંપરા બની જશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં જે વાતચીત ચાલે છે. તેમાં એ છે કે યૂપીએનું પુનર્ગઠન જરૂરી છે. યૂપીએની લીડરશિપ એવા નેતાના હાથમાં હોવી જોઇએ. જે દેશના બિન ભાજપી દળોનું સંગઠન બનાવે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપની સરકાર નથી તો તે એલજીના દ્રારા પોતાનો અધિકાર બનાવવામાં લાગી છે. જો દિલ્હીમાં એલજી જ સરકાર ચલાવશે તો અહીં ચૂંટાયેલા સીએમનો શું મતલબ છે. ક્યારેક ભાજપ દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરતી હતી અને આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓના હક ખતમ કરવા પર લાગી છે. શું જ લોકતંત્ર છે.? 

દેશમુખએ સીએમ ઉદ્ધવને લખ્યો પત્ર

તો બીજી તરફ ભ્રષ્ટાચારના આરોપોનો સમાનો કરી રહેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખએ બુધવારે સીએમ ઉદ્ધવ ઠાકરેને મરાઠીમાં પત્ર લખ્યો. દેશમુખએ બુધવારે મોટીરાત્રે આ પત્રને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. આ પત્રમાં દેશમુખે મુખ્યમંત્રી ઠાકરે પાસે આગ્રહ કર્યો કે તેમના વિરૂદ્ધ પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ દ્રારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરાવે. તેમણે ટ્વિટમાં લખ્યું ‘જો મુખ્યમંત્રી તેમની વિરૂદ્ધ તપાસનો આદેશ 

 41 ,  1