બોટાદના જાળીલાના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીના પરિવારની માંગણીઓ સરકારે સ્વીકારાતા આખરે મનજીભાઈની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનજીભાઈની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા હતા. પણ, આ અંતિમયાત્રામાં લોકોએ જય ભીમના નારા લગાવીને આરોપીઓને ફાંસી આપોના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

બોટાદ જિલ્લાના રાણપુરના જાળીલા ગામ પાસે મોટર કાર દ્વારા મોટર સાઈકલને ટક્કર મારી તિક્ષણ હથિયારનાં ઘા ઝીકી જાળીલાના ઉપસરપંચ તેમજ સરપંચના પતિને લોહીયાળ ઇજાઓ પહોચતા અમદાવાદની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ.

દલિત આગેવાન મનજીભાઈ સોલંકીની અંતિમ વિધિ શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી. ત્રણ જિલ્લાની પોલીસ અંતિમ યાત્રામાં બંદોબસ્તમાં જોડાઈ હતી. મનજીભાઈની તમામ અંતિમ વિધિઓ પૂર્ણ થાય ત્યાં સુધી હજુ પોલીસ બંદોબસ્ત ચાલુ રહેશે. તેમના પુત્ર દ્વારા સરકારમાં જે માંગો મુકવામાં આવી હતી તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી સાથે જ મૃતદેહને પણ સ્વીકારવામાં આવ્યો હતો.

રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામ પાસે ગત તા.19ના રોજ બપોરના અરસામાં બરવાળા-જાળીલા રોડ ઉપર મોટર સાયકલ નંબર જી.જે.1 એલ.યુ.2491 ઉપર સવાર 51 વર્ષનાં મનજીભાઈ જેઠાભાઈ સોલંકી જઇ રહ્યાં હતાં.

જ્યાં મોટર કાર નંબર જી.જે.6.બી.એ. 6003નાં ચાલક દ્વારા મોટર સાયકલને ટક્કર મારી રોડ ઉપર પછાડી દઈ આરોપીઓ દ્વારા લોખંડના પાઈપ, લાકડા સહિતના તિક્ષણ હથિયારો ધારણ કરી માર મારતા મનજીભાઈ સોલંકીને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચી હતી.
44 , 1