September 25, 2022
September 25, 2022

PM મોદી સાથે અનુપમ ખેરની મુલાકાત, કહી આ વાત

ફિલ્મ સ્ટાર અનુપમ ખેરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી અનુપમ ખેર પોતાની આગામી ફિલ્મ ‘one day’ના પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યા હતા.

અનુપમ ખેરે દિલ્હીમાં ફિલ્મના પ્રમોશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન સાથે મળ્યા પછી અનુપમ ખેરે પીએમ મોદીના વખાણ કર્યા હતા અને તેમની સાથેનો ફોટો શૅર કર્યો હતો.

અનુપમે પોસ્ટ કર્યું, પ્રિય વડાપ્રધાન મોદીજી તમને મળવું સન્માન અને સૌભાગ્યની વાત રહી. તેમણે આગળ કહ્યું કે, ભારત માટે તમારો દ્રષ્ટીકોણ ખુબ જ આશ્વસ્ત કરનારા અને હૃદયને સ્પર્શનારા છે. તમારા પ્રેરણાદાયક શબ્દ હંમેશા મારા માટે ઉર્જાનો એક મોટો સ્ત્રોત હશે. તમે આપણા દેશને આવી જ પ્રકારે વધારે ઉંચાઇઓ પરલઇ જતા રહ્યા.

અનુપમ ખેર અવાર-નવાર પીએમ મોદીના વખાણ કરતા જોવા મળે છે. અનુપમ ખેરે તેમના ફિલ્મી કરિઅરની શરૂઆત ફિલ્મ સારાંશ સાથે કરી હતી. હાલમાં જ અનુપમે ફિલ્મી કરિઅરના 35 વર્ષ પૂરા થયા છે.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી