પાક.ને ચેતવણી – હવે જે વાતચીત થશે તે માત્ર POK પર થશે

જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ હચમચી ઉઠેલા પાકિસ્તાનને ચેતવણી આપતા રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, હવે માત્ર POKના મુદ્દા ઉપર જ વાતચીત થશે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હવે પાકિસ્તાન સાથે જે પણ વાતચીત થશે તે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પોક) ઉપર વાતચીત થશે.

રાજનાથસિંહે કહ્યું હતું કે, અમે કોઇ અપરાધ કર્યો નથી છતાં પડોશી દેશ દ્વારા રહી રહીને ધમકીઓ આપવામાં આવી રહી છે પરંતુ લોકો જેને દુનિયાના સૌથી શક્તિશાળી દેશ તરીકે ગણવામાં આવે છે તે અમેરિકાએ પણ આ દેશને કહી દીધું છે કે, ભારત સાથે બેસીને વાતચીત કરવાની જરૂર છે. અમારા ત્યાં આવવાની જરૂર નથી.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી