પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય માછીમારોને છોડાવવા PM મોદીને અપીલ

દીવના માછીમારો છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાન જેલમાં બંધ, વડાપ્રધાનને કરી અપીલ

દીવના માછીમારો છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાન જેલમાં સબડી રહ્યા છે. તેને જેલમાંથી છોડાવવા માછીમાર પરિવારની મહિલાઓ હાથમાં માછીમારોના ફોટા લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિંનતી સાથે ચિંતા વ્યક્ત કરી છે.

દીવના માછીમારો છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાન જેલમાં સબડી રહ્યા છે. તેને જેલમાંથી છોડાવવા માછીમાર પરિવારની મહિલાઓ હાથમાં માછીમારોના ફોટા લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિંનતી કરી છે. સંઘ પ્રદેશ દિવના 75 ટકા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. ઓખા નજીકથી આંતરરાષ્ટ્રીય જળ સીમામાં માછીમારી કરવા જતા પાકિસ્તાનની મરીન સિક્યુરિટી જળ સીમા ઓળગવાના ગુન્હામાં જેલમાં પુરી દે છે.

માછીમાર પરિવારનું કહેવું છે, કે છેલ્લા 3 વર્ષથી દિવના સાઉદવાડી વણાંકબારાના માછીમારો પાકિસ્તાની જેલ વાસ ભોગવી રહ્યા છે. ત્યારે દમણ દિવના સાંસદ લાલુભાઇ બી. પટેલ દ્વારા લોકસભામાં પ્રશ્નકાળ દરમ્યાન દિવના માછીમારોને જેલ માંથી મુક્તિ અપાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

હાલ માછીમાર પરિવારોની માંગ છે કે, હાલ બન્ને દેશોના સંબંધ સારા ન હોવા છતાં બન્ને દેશોએ વર્ષોથી આંતરરાષ્ટ્રીય જળ સીમા ઓળગવાના મુદ્દાનો ઉકેલ માછીમારોના હિતમાં બેઠક યોજી લાવવો જોઈએ.

જણાવી દઇએ, પાકિસ્તાન મરીન દ્વારા અવાર નવાર ભારતીય જળ સીમામાં ઘુસી આવીને ભારતીય માછીમારોનાં બોટ સહિત અપહરણ કરી જતા હોય છે. પાકિસ્તાનની લાડી અને મલીડ જેલમાં વર્ષો સુધી ગોંધી રાખવામાં આવે છે. અસહ્ય યાતના આપવામાં આવે છે. પાકિસ્તાન પોલીસ દ્વારા ભારતીય માછીમારો સાથે જાનવર સાથે પણ ન કરાય તેવું વર્તન કરવામાં આવે છે. અપૂરતું અખાદ્ય ભોજન આપવામાં આવે છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર