અમેરિકામાં હવે એપલ-એમેઝોન, ગૂગલની મનમાની નહીં ચાલે..

ચાર મોટી કંપનીઓ પર અંકૂશ લાદવા યુએસ લાવશે કાયદો..

અમેરિકાના નીતિઘડવૈયાઓએ ફેસુબક, ગૂગલ, એમેઝોન અને એપલ જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓના પ્રભુત્વને મર્યાદિત કરવા એક કાયદાકીય પેકેજ રજૂ કર્યું છે. જેની મદદથી આ કંપનીઓ તેમના પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને અન્ય બિઝનેસમાં લાભ નહીં મેળવી શકે. એક રીતે જોતાં અમેરિકન સરકાર આ જાયન્ટ કંપનીઓ પર અંકૂશ મેળવવા માંગે છે. અને તેમની પાંખો કાપવા મથી રહી છે.

રિપબ્લિકન પક્ષના સભ્ય ડેવિડ સિસિલિનની આગેવાનીમાં વિવિધ પ્રસ્તાવ રજૂ કર્યા હતા. અમેરિકાની સંસદીય ન્યાયિક સમિતિની ૧૫ મહિનાની તપાસ પછી આ ખરડા તૈયાર કરાય છે. તેમાં જણાવ્યા અનુસાર ચાર મોટી ટેક્નોલોજી કંપનીએ વધારે ફી વસૂલી, કોન્ટ્રાક્ટની કડક શરતો લાદી, આ કંપનીઓ પર આધારિત વ્યક્તિઓ અને બિઝનેસનો મહત્વનો ડેટા મેળવી બજારમાં તેમના પ્રભુત્વનો દુરુપયોગ કર્યો છે.

સિસિલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અત્યારે નિયમન વગરની ટેક્નોલોજી કંપનીઓની મોનોપોલીનો આપણા અર્થતંત્ર પર વધુ પડતો દબદબો છે. તેઓ નાના બિઝનેસને ખતમ કરી શકે છે, ભાવવધારો કરી શકે છે અને લોકોની ફાવે ત્યારે છટણી પણ કરી શકે છે. અમારો એજન્ડા સમૃદ્ધ અને શક્તિશાળી ટેક્નોલોજી કંપનીઓ પાસે પણ અન્ય કંપનીઓને લાગુ પડતા નિયમોનો અમલ કરાવવાનો છે.

પ્રસ્તાવિત કાયદામાં કંપનીઓના માળખા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે અને તેમને વિભાજિત કરવાની જોગવાઈ છે. કોંગ્રેસ આ પગલાની મદદથી વધુ પડતું પ્રભુત્વ ધરાવતી ટેક્નોલોજી કંપનીઓને નિયંત્રિત કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, ટેક્નોલોજી કંપનીઓને દાયકાઓથી અમેરિકાની સરકારે લાઇટ-ટન નિયમન અને સ્ટાર સ્ટેટસનો લાભ આપ્યો છે. જોકે, સ્પર્ધા, ગ્રાહકની ગુપ્તતા અંગેની સમસ્યા તેમજ ઉશ્કેરણીજનક પોસ્ટ બાબતે આ કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાઈ છે.

એક ઉમેદવાર તરીકે પ્રેસિડેન્ટ જો બિડેને જણાવ્યું હતું કે, ટેક્નોલોજી કંપનીઓના માળખાને તોડવાનો મુદ્દો વિચારવો જરૂરી છે. જોકે, એક પ્રેસિડેન્ટ તરીકે તે આ મુદ્દે બોલ્યા નથી. આ પગલાં ફરજિયાત બનાવાશે તો ૨૦ વર્ષ પહેલાં અમેરિકન સરકાર અને માઇક્રોસોફ્ટના સીમાચિહ્નરૂપ કેસ પછી ટેક્નોલોજી ક્ષેત્રે આ મોટો ફેરફાર હશે. કોલોરાડોના રિપબ્લિકન પક્ષના સભ્ય સિસિલિન સાથે આ ખરડાને પસાર કરવા દબાણ વધારી રહ્યા છે.

 60 ,  1