September 25, 2022
September 25, 2022

appleનો ધડાકો, આ બે iphoneનું વેચાણ થશે બંધ

એપલ કંપની હવે આઇફોન 6 અને આઇફોન 6 પ્લસને વેચવાનું બંધ કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત, કંપનીએ એક મહિનામાં 35 થી વધુ ફોન વેચ્યા ન હોય તેવા સ્ટોર્સને બંધ કરવાનો નિર્ણય લીધો છે. એપલ હંમેશાથી જ પોતાની પ્રોડક્ટને લઇને ચર્ચામાં રહે છે, પણ છેલ્લા કેટલાક સમયથી કંપની નુકસાનમાં છે. જેમાં ખાસ કરીને ચીન અને ભારતના કારણે કંપનીને નુકશાન વેઠવાનો વાળો આવ્યો છે.

હવે આ બધાની વચ્ચે એપલે ભારતીય યૂઝર્સને એક મોટો ઝટકો આપ્યો છે. કંપની હવે આઇફોન 6 અને 6 પ્લસને ભારતમાં નહીં વેચે, વળી સાથે સાથે નાની દુકાનો અને આઉટલેટ્સને પણ બંધ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જે એક મહિનામાં 35 યૂનિટ નથી વેચી શકતી.

આવું એટલા માટે કરવામાં આવી રહ્યુ છે જેનાથી એપલ ભારતમાં ફરીથી તે પોઇન્ટ સાથે રેન્કિંગ હાંસિલ કરી શકે છે.

 73 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી