પોલીસ ભરતીમાં અનામતનો છેદ ઉડાવવા મામલે આવેદનપત્ર

અમદાવાદ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી કરી રજૂઆત

ગુજરાત સરકારના ગૃહ વિભાગના ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી પોલીસ ભરતીની જાહેરાતમાં અનામત અનુસાર જગ્યા ના ફાળવવાનો મુદ્દો હવે જોર પકડી રહ્યો છે. અનામત નીતિ અનુસાર જાહેરાતમાં જગ્યા ના ફાળવવાના વિરોધમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અમદાવાદ જીલ્લા કલેકટરને આવેદન પત્ર ગુરુવારે આપવામાં આવ્યું હતું.

જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે સરકારે ભરતીની જાહેરાતમાં ભૂલ કરી છે, બંધારણીયજોગવાઈ અનુસાર સરકાર જેટલી ભરતી બહાર પાડે તેમાં અનુસુચિત જાતિની 7% અને અનુસુચિત જન જાતિના 14% અનામત જગ્યા રહેવી જોઈએ અને સરકાર જાણી જોઈને આવી ભૂલો કરતી રહેશે તો ભવિષ્ય ના દિવસો સરકાર તેનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

 22 ,  1