પ્રાંતિજ ખાતે કિસાન કાંતિ ટ્રસ્ટ દ્વારા પ્રાંન્ત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કિસાન કાંતિ ટ્રસ્ટ દ્વારા પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયાને વિવિધ માગણીઓ સાથે આવેદનપત્ર આપ્યુ.

પ્રાંતિજ ખાતે કાર્યરત કિસાન કાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોના હિતમાં અને ખેડૂતોની વિવિધ માગણીઓ સાથે આજે પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે આવીને પ્રાંતિજ-તલોદના પ્રાન્ત અધિકારી સોનલબા પઢેરીયાને આવેદનપત્ર આપ્યુ હતું.

તો આવેદનપત્રમાં ખેડૂત હિત પ્રશ્નોની રજુઆત તથા ખેડૂતો ના દેવામાફી તથા આવેદનપત્ર દ્વારા ખેડૂતો એ ખેતી છોડવા માટે દેશના પ્રધાનમંત્રીને રજુઆતો કરવામાં આવી છે. બીજીબાજુ ખેડૂતોના દેવામાફી કરવામાં આવતી નથી પણ ધારાસભ્યના પગાર વધારો કરવામાં આવે છે.

આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની સ્થાનિક ચુંટણીઓમાં ખેડૂત પરિવારો દ્વારા નોટામાં મત આપીને વિરોધ કરવામાં મજબુર બનશે તો રાસાયણીક ખાતરોમાં 50%સુધીની ઘટાડવાની તથા 0% વ્યાજની જે 3 લાખની મર્યાદા છે તેને વધારીને 5લાખ સુધી કરી આપવી તથા ખેડૂતોના દેવામાફ કરવા સહિતની વિવિધ માગણીઓ સાથે પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી