PM મોદીના સલાહકાર તરીકે અમિત ખરેની નિમણૂંક

લાલુને જેલમાં ધકેલનાર IAS અધિકારી અમિત ખરેને મળી મોટી જવાબદારી

પૂર્વ કેન્દ્રીય સચિવ તથા 1985 બેંચના આઈએએસ અધિકારી અમિત ખરેને મંગળવારના રોજ પ્રધાનમંત્રી મોદીના સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. ખરે 30 સપ્ટેમ્બરના રોજ (ઉચ્ચ શિક્ષણ) સચિવના પદેથી રિટાયર થયા હતા.એક આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંત્રિમંડળની નિયુક્તિ સમિતિએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પીએમના સલાહકાર તરીકે અમિત ખરેની નિમણૂંકને મંજૂરી આપી દેવામાં આવી છે.

Image

કેબિનેટની નિમણૂંક સમિતિએ ખરેને પીએમ મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. PMO માં તેમની કરારબદ્ધ નિમણૂક ભારત સરકારના સચિવના પદ અને સ્કેલ પર કરવામાં આવી છે. તે બે વર્ષ સુધી આ પદ પર રહેશે. તેમણે પ્રધાનમંત્રી મોદીના નિર્દેશન હેઠળ નવી શિક્ષણ નીતિ 2020 ઘડવામાં અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં ડિજિટલ મીડિયા નિયમો બદલવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી