US પ્રમુખ બાયડનના સલાહકાર તરીકે ચાર ભારતીય અમેરિકનોની નિમણૂંક

અમેરિકામાં ભારતીયોનું વધતું વર્ચસ્વ

અમેરિકા સહિતના ઘણા દેશોમાં ભારતીય વહીવટકર્તાઓની બોલબાલા છે. મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓ સહિત સરકારમાં પણ ભારતીય મૂળના અમેરિકન્સનું વર્ચસ્વ વધતું જાય છે. સોમવારે ચાર ભારતીય મૂળના અમેરિકન્સની રાષ્ટ્રપતિના અડવાઇઝરી કમિશનમાં ચાર ભારતીયમૂળના અમેરિકન્સની નિમણૂક કરવામાં આવી હતી.

આ ચાર ભારતીય મૂળના લોકો અમેરિકન રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે કામ કરશે. તેઓ અમેરિકન પ્રમુખના સલાહકાર કમિશનમાં કમિશનર તરીકે ફરજ બજાવશે.

આ ચાર ભારતીય અમેરિકનોમાં
1) અજય ભુતોરિયા
2)કમલ કલસી
3)સોનલ શાહ
4)સ્મિતા શાહ

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, કમિશન રાષ્ટ્રપતિને જાહેર, ખાનગી અને નોન પ્રોફિટ ક્ષેત્રોના દરેક એશિયન અમેરિકન, મૂળ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડર (AANHPI) સમુદાય માટે સમાનતા અને તકને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરી શકે તે અંગે સલાહ આપશે.

રાષ્ટ્રપતિને એશિયન વિરોધી ઝેનોફોબિયા અને હિંસા, ફેડરલ ગ્રાન્ટમેકિંગ દ્વારા AANHPI સમુદાયોમાં ક્ષમતા નિર્માણ કરવાની રીતો અને AANHPI મહિલાઓ, LGBTQ સમુદાયના લોકો અને વિકલાંગ લોકો માટેની નીતિઓમાં સલાહ આપશે.

તેમના સહિત અન્ય 23 નેતાઓને એશિયન અમેરિકનો, નેટિવ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડર્સ પર અમેરિકન પ્રમુખના સલાહકાર કમિશનના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે એવી માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી હતી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી