IAS રાજકુમારની ગુજરાતના ગૃહ વિભાગમાં ACS તરીકે નિમણૂક

અત્યાર સુધી IAS ડો. રાજીવ ગુપ્તા પાસે હતો ગૃહ વિભાગનો વધારાનો હવાલો

રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂક કરાઈ છે. ગુજરાત સરકારની ભલામણથી તેમની ગૃહ વિભાગમાં નિમણૂક કરાઈ છે. રાજીવ કુમાર ગુપ્તા અત્યાર સુધી ગૃહ વિભાગનો ચાર્જ સંભાળી રહ્યાં હતા. રાજ કુમાર ડેપ્યુટશન પર દિલ્હી ફરજ બજાવી રહ્યા હતા. જેઓની ગુજરાત સરકારની ભલામણ અંતર્ગત પરત ગુજરાત લવાયા હતા.

રાજકુમાર ભૂતકાળમાં ગૃહવિભાગમાં કામ કરી ચૂક્યાં છે. રાજકુમારની છાપ પ્રામાણિક, અભ્યાસુ અને મહેનતુ અધિકારી તરીકેની છે. કેન્દ્ર સરકારે મૂળ ગુજરાત કેડરના સિનિયર અધિકારી રાજકુમારને એકાએક પ્રતિનિયુક્તિ પર ગુજરાત કેડરમાં પરત મૂકતા સચિવાલયમાં પણ ભારે હલચલ થઇ હતી. કારણ કે ભાજપ માટે પોલિટિકલ લેબોરેટરી મનાતા ગુજરાતના પ્રધાનમંડળમાં જે રીતે ફેરફાર કરી દેવાયો તે રીતે વહીવટી તંત્રમાં પણ વ્યાપક સ્તરે ફેરફારો થઇ શકે કે કેમ તે અંગે ઉચ્ચત્તમ સ્તરે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાઉનથી છે. તેઓ 1987ની ગુજરાત કેડરના અધિકારી છે. તેમણે IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એ સિવાયે જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

રાજકુમારને હોમ ફાઇનાન્સ અથવા ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સોંપાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ રાજકુમારને હોમ ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે મૂળ ગુજરાત કેડરના સિનિયર અધિકારી રાજકુમારને એકાએક પ્રતિનિયુક્તિ પર ગુજરાત કેડરમાં પરત મૂકતા સચિવાલયમાં ભારે હલચલ થઇ રહી છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી