એન્જીનીયરીંગ નેશનલ કોન્ફરન્સ કમિટીમાં અમદાવાદના પ્રોફેસરની નિમણૂક

એન્જીનીયરીંગ માસ્ટર્સ અને પીએચડીના વિધાર્થીઓ રજુ કરશે રીસર્ચ પેપર

પ્રતિ વર્ષ એન્જીનીયરીંગ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડીનો અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે રીસર્ચ પેપર રજુ કરવા માટે નેશનલ કોન્ફરન્સ ઓફ એન્જીનીયરીંગ યોજવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે ઉજ્જૈન ખાતે જુન મહિનામાં એન્જીનીયરીંગ નેશનલ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં વિધાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવનાર રીસર્ચ પેપરના સીલેકશન અને સિલેકશનના માપદંડ નિર્ધારિત કરવા માટે કોન્ફરન્સનું આયોજન કરનાર કોલેજ દ્વારા નેશનલ સિલેકશન સમિતિ બનાવવામાં આવતી હોય છે. જેમાં અમદાવાદના પ્રોફેસર ડોક્ટર મોહિત દિવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આગામી ૫ અને ૬ જુનના રોજ નેશનલ કોન્ફરન્સ ઓફ ઇનોવેટીવ એન્જીનીયરીંગનું ઉજ્જૈન સ્થિત પ્રશાંતિ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ કોલેજમાં યોજવામાં આવનાર છે.જેમાં એન્જીનીયરીંગ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી કરી રહેલા વિધાર્થીઓ પાસેથી રીસર્ચ પેપર મંગાવવામાં આવ્યા છે.

કોન્ફરન્સમાં રજુ થનાર રીસર્ચ પેપરમાંથી કોને પસંદ કરવા અને પસંદ કરવા માટેના માપદંડ નક્કી કરવા માટે યજમાન કોલેજ દ્વારા નેશનલ લેવલની સમિતિની રચના કરવામાં આવે છે.જેમાં વિવિધ ફેકલ્ટીના નિષ્ણાત પ્રોફેસરોની સભ્ય તરીકે નિમણુક કરવામાં આવતી હોય છે.ત્યારે આ વખતે આ સમિતિમાં અમદાવાદના પ્રોફેસર ડોક્ટર મોહિત દિવાનની સભ્ય તરીકે વરણી કરવામાં આવ્યા છે.

ગાંધીનગર સ્થિત ખાનગી કોલેજના મેકેનીકલ વિભાગના વડા ડોક્ટર મોહિત દીવાને સમિતિમાં સમાવેશ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે યુનીવર્સીટી ગ્રાન્ટ કમીશન એટલે કે યુજીસી અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન એટલે કે એઆઈસીટીઈ દ્વારા પ્રતિ વર્ષ વિવિધ એન્જીનીયરીંગ કોલેજ દ્વારા નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે ઉજ્જૈન સ્થિત કોલેજે આયોજન કર્યું છે. જેમાં સમગ્ર દેશમાં મેકેનીકલ,કોમ્પ્યુટર સાયન્સ એન્જીનીયરીંગ,સિવિલ એન્જીનીયરીંગ અને ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી કરતા વિધાર્થીઓ પાસેથી રીસર્ચ પેપર મંગાવવામાં આવ્યા છે. જેમાંથી સર્વોત્તમ ઇનોવેટીવ રીસર્ચ પેપર પસંદ કરવા અને રીસર્ચ પેપર પસંદ કરવાના માપદંડ નક્કી કરવા માટે કોલેજ દ્વારા નેશનલ લેવલની સમિતિની રચના કરવામાં આવતી હોય છે. સમિતિની રચનાનો અધિકાર યુજીસી અને એઆઈસીટીઈ દ્વારા યજમાન કોલેજને આપવામાં આવેલો છે. ત્યારે આ સમિતિમાં મારો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી હું હર્ષની લાગણી અનુભવું છું.

 135 ,  1