September 25, 2020
September 25, 2020

જયપુર, ગુવાહાટી, તિરુવનંતપુરમ એરપોર્ટને લીઝ પર આપવાના પ્રસ્તાવને મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટને લીઝ પર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બુધવારે આયોજિત કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે, AAI તરફથી ત્રણ એરપોર્ટને પીપીપી મોડલ પર લીઝ પર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. મંત્રીમંડળે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમના AAIના ત્રણ હવાઇમથકો પરિચાલન અને વ્યવસ્થાપન તેમજ વિકાસ માટે મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને લીઝ પર આપવા માટે મંજૂરી આપી છે.

ભારતીય હવાઇમથક સત્તામંડળ દ્વારા યોજવામાં આવેલી વૈશ્વિક સ્પર્ધાત્મક બોલી (હરાજી)માં મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને પાંચ વર્ષના સમયગાળા માટે સફળ બોલીકર્તા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ પરિયોજનાઓ જાહેર ક્ષેત્રમાં જરૂરી રોકાણમાં વૃદ્ધિ લાવવા ઉપરાંત સેવાની ડિલિવરી, તજજ્ઞતા, ઉદ્યમશીલતા અને વ્યાવસાયિકરણની કાર્યદક્ષતા લાવશે.

ઉપરાંત શેરડીના ખેડૂતો માટે પણ નિર્ણય લેવાયા છે. 1 કરોડ શેરડીના ખેડૂતો માટે લાભકારી મૂલ્ય વધારીને 285 રૂ. પ્રતિ ક્વિન્ટલ નિશ્ચિત થયો છે, જેમાં રિકવરી 9.5 ટકા અથવા તેનાથી ઓછી રહેશે તો પણ શેરડીના ખેડૂતોને 270 રૂપિયાનો ભાવ મળશે.

ઉમેદવાર અને ભરતી સંગઠન બંને માટે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુગમતા સુનિશ્ચિત કરવાનું કામ નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કરશે. નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી અંતર્ગત કૉમન એન્ટ્રેસ ટેસ્ટ, એસએસસી, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ અને આઈબીપીએસ દ્વારા આયોજિત ટીયર-1 પરીક્ષાની જગ્યા લેશે અને કેન્દ્ર સરકારમાં ગ્રેડ બી અને સી પદના ઉમેદવારોનું શોર્ટલિસ્ટ કરશે. NRA દ્વારા શરૂમાં એક વર્ષમાં બે વાર CET આયોજિત કરવામાં આવશે.

 37 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર