‘મા તુજે સલામ ગીત’ને કારણે બંધ થયુ મંત્રી રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ

ટ્વિટરને સોની મ્યૂઝિક એન્ટરટેઇનમેન્ટ તરફથી ડીએમસીએ મોકલી હતી નોટિસ

કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ શુક્રવારે એક કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે એકાઉન્ટનો એક્સેસ એક કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ માટે અમેરિકાના Digital Millennium Copyright Act ના ઉલ્લંઘનનો હવાલો અપાયો હતો. 

મીડિયા રિપોર્ટ મુજબ, જે ટ્વીટને લઈને આઈટી મીનીસ્ટરનું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું તેમાં બેકગ્રાઉન્ડ એ આર રહેમાનનું એક સોંગ ચાલી રહ્યું હતું. રવિશંકર પ્રસાદે વર્ષ 2017 ની એક પોસ્ટમાં 1971 ના યુદ્ધની જીતની વર્ષગાંઠ પર એક પોસ્ટ મૂકી હતી. ભારતીય સેનાના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા મુકેલી આ પોસ્ટમાં એ આર રહેમાનનું સોંગ ‘માં તુઝે સલામ’ હતું. જેના કોપીરાઈટ્સ સોની મ્યુઝીક પાસે છે.

અહેવાલો અનુસાર સોની મ્યુઝિક દ્વારા DMCA નોટિસ ટ્વિટરને મોકલવામાં આવી હતી. સોનીએ ટ્વીટરને ટ્વીટને દૂર કરવા કહ્યું, કારણ કે તેમાં તેમનું ગીત હતું. જે બાદ કેન્દ્રીય પ્રધાનનું ખાતું એક કલાક માટે બંધ કરવામાં આવ્યું હતું. જે પોસ્ટમાં આ સોંગ હતું તે ટ્વીટ પણ દૂર કરવામાં આવ્યું હતું.

જોકે બાદમાં ટ્વીટરે જણાવ્યું કે તેમણે રવિશંકર પ્રસાદના એકાઉન્ટની રોક હટાવી લીધી છે. પરંતુ તે ટ્વીટને હટાવી દીધી છે. એકાદ કાલક બાદ આ બ્લોક દુર કરવામાં આવ્યો હતો. પરંતુ ચેતવણી આપવામાં આવી હતી કે ખાતા સામે કોઈ નોટિસ આવે તો તેને ફરીથી બંધ કરી શકાય છે અથવા સસ્પેન્ડ કરી શકાય છે. ટ્વીટર (Twitter) પર પ્રહાર કરતા પ્રસાદે બીજા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કુ પર લખ્યું કે ટ્વિટરની “નિરંકુશ અને મનસ્વી કાર્યવાહીઓ”ને લઈને તેમણે જે કોમેન્ટ્સ કરી હતી તેમાં પર માઇક્રોબ્લોગિંગ સાઇટની આહટ સાફ જોવા મળી રહી છે

 49 ,  1