અરવલ્લી : માલપુરના 35 વર્ષીય યુવકનું શંકાસ્પદ સ્વાઇનફ્લૂથી મોત

અરવલ્લી જીલ્લાના પ્રજાજનો મિશ્ર ઋતુમાં બીમારીમાં સતત પટકાતા ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા છે. જીલ્લામાં સિઝનનો ૧૩૦ ટકાથી વધુ વરસાદ ખાબકતા કાદવ-કીચડ અને પાણીનો ભરાવો થતા મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. માલપુર નગરના ૩૫ વર્ષીય યુવકનું શંકાસ્પદ સ્વાઇનફલુથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા ચાલુ સિઝનનો પ્રથમ કેસ શંકાસ્પદ સ્વાઇનફલુ યુવકને ભરખી જતા માલપુર નગર સહીત જીલ્લાવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ખાનગી હોસ્પિટલના તબીબે સઘન સારવાર કરવા છતાં યુવકની સ્થિતિમાં સુધારો ન થતા તબીબે યુવકને શંકાસ્પદ લક્ષણો જણાતા તાબડતોડ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા કહ્યું હતું.પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ આઈસોલેશન વોર્ડમાં ખસેડી સઘન સારવાર હાથ ધરી હતી. ગઈકાલે રાત્રે યુવકનું મોત થતાં ચકચાર મચી હતી. મૃતક ભુપેન્દ્ર સિંહ તેના માતા પિતાનું એકનું એક સંતાન હતું. જેના કારણે પરિવારજનો માં ભારે શોક છવાયો હતો. માલપુરના 35 વર્ષીય યુવકને શંકાસ્પદ સ્વાઇનફલૂથી મોત થતા માતા-પિતાનો સહારો ગુમાવ્યો છે.

 13 ,  1