અરવલ્લી : નંદ ઘેર આનંદ ભયોના જયઘોષ સાથે જન્માષ્ટમીની ઉજવણી

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામ ખાતે આવેલા રામજી મંદિરમાં રાત્રે ૧૨ કલાકે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં જન્માષ્ટમીના અવસર પર રંગબેરંગી લાઈટોનો શણગાર કરવામાં આવ્યો હતો. અને ભજન કિર્તન કરવામાં આવ્યા હતા. રાત્રે ૧૨ કલાકે “જય કન્હૈયા લાલ કી હાથી ઘોડી પાલકીના” નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું.

બીજી તરફ ડેમાઇ ગામ નજીક આવેલ બાવાના મઠ ગામમાં મટકી ફોડ કાર્યકમ દરમિયાન અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, ગામના નાના બાળકોએ પોતાની કળાથી ગામ લોકોના મન જીતી લીધ્યા હતા, આ દરમિયાન રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામ નાનું હોવા છતાં પણ લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

ભજન સત્સંગ સહિત ઠેર ઠેર મંદિરોમાં બિરાજમાન શ્રી કૃષ્ણ જન્મ મહોત્સની ઉજવણી કરી ભક્તોને પંજરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષ્ણભક્તિમાં ભક્તોએ શ્રીકૃષ્ણ ની આરાધના કરી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ કૃષ્ણ જન્મોત્સવમાં જોડાયા હતા.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી