અરવલ્લી પોલીસ જ દારૂની ખેપ મારતા ઝડપાઇ, બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

દારૂ માટે બુટલેગરને નહીં, પોલીસને કરો સંપર્ક…!!!

LCBના પીઆઇ સહિત ત્રણ પોલીસકર્મીઓ સામે ફરિયાદ

ગાંધીના ગુજરાતમા દારૂ બંધી કાયદાનું રક્ષણ થાય તે માટે પોલીસને સત્તા આપવામાં આવી છે ત્યારે દારૂને લઇ ખાખી પર અનેક વખતે દાગ લાગ્યા છે. ત્યારે અરવલ્લી પોલીસ LCBની કામગીરી સવાલો ઉભા થયા છે. ખાખીને દાગ લગાડે તેવું કામ કર્યું છે.

અરવલ્લી જિલ્લામાં પોલીસ બુટલેગર બની હોય તેમ લાગી રહ્યું છે. અરવલ્લી એલસીબી પોલીસે શામળાજી પાસેથી દારૂ ભરેલી એક આઇસર ગાડી ઝડપી મોડાસા એસપી કચેરી ખાતે લાવી હતી. આ આઇસર ગાડીમાં ભરેલા દારૂનો કેસ કરવાને બદલે તેમાંથી 10 પેટી દારૂ સગેવગે કરવા એલસીબી પોલીસ કર્મીના સગાની એક એસન્ટ કારમાં ભરી અરવલ્લી એલસીબી શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મી ઈમરાન ખાન નજામીયા શેખ અને પ્રમોદભાઈ સુખદેવભાઈ પંડ્યા આ બંને પોલીસ કર્મીઓ દારૂ અન્ય સ્થળે પહોંચાડવા ખેપ મારવા નીકળ્યા હતા. 

આ સમગ્ર પ્રકરણમાં ઉપરોક્ત પોલીસ કર્મીનો અંગત ગણાતો અને પોલીસના નામે તોડબાજી કરતો શાહરૂખ નામનો પાયલોટિંગ કરતો શખ્સ ભાગી છૂટ્યો હતો. દારૂ ભરેલી કાર લઇ ભાગતાં બે પોલીસકર્મી અને તોડબાજી કરતા શખ્સે મોડાસાના ચારણવાડ પાસે બાદમાં કેશરપુરા રોડ પર કાર હંકારતાં કાર પલટી ખાતાં ત્રણે જણા ભાગી ગયા હતા.

ગાડીમાં દારૂ હોય રૂલર પોલીસ ઘટના સ્થળે પહોંચી સત્ય હકીકત મેળવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં LCB પોલીસ કર્મચારીઓના નામ સાથે એફ.આઇ.આર નોંધવાની આવી હતી. સૌથી ચોંકાવનાર વાત તે જોવા મળી કે એલ.સી.બી ટોયલેટમાંથી આશરે બે થી ત્રણ પેટી હોવાની વાતને લઇ વિડિઓ ગ્રાફી સાથે જિલ્લા પોલીસ વડાએ મોડાસા ટાઉન પોલીસને તપાસ સોંપવામાં હતી. દારૂની પકડી પોલીસ જ દારૂની ખેપ મારતા પકડાઈ જતા સમગ્ર એસપી કચેરીના પોલીસ કર્મચારીઓમાં ખળભરાટ જોવા મળ્યો હતો.

સમગ્ર મામલે PI સહિત બે પોલીસ કર્મી તેમજ પાયલોટિંગ કરનાર શખ્સ એમ 3 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ દારૂની આ ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચાવી છે. એસપી કચેરી પાછળથી જ દારૂ કારમાં ભરી લઇ જવાની આ ઘટનાએ પોલીસ તંત્રને શરમમાં મુક્યું છે. જિલ્લાના એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ  તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસપી દ્વારા બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ LCB ઓફિસમાંથી પણ વિદેશી દારૂ મળતા પીઆઇ આર કે પરમાર સામે પણ ગુનો દાખલ થયો છે.


 

 109 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર