અરવલ્લી: શામળાજી પોલીસે ૨.૨૬ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

આઈબી ઇનપુટને લઈને રતનપુર ચેકપોસ્ટ પર બખ્તરધારી એસઆરપીની એક પ્લાટુન તૈનાત કરવામાં આવી છે અને અરવલ્લી જીલ્લાની તમામ આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકીંગ હાથ ધરવા છતાં જાણે બુટલેગરો બે ખોફ હોય તેમ સઘન સુરક્ષા તોડી મારુતિ કારમાં ૪૮ હજારનો અને સ્કોર્પિઓ ગાડીમાં ૧.૭૮ હજારનો વિદેશી દારૂ ભરી શામળાજી સુધી ધસી આવતા શામળાજી પોલીસે બંને વાહનોમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ૧ બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે જાબચિતરિયા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરી પસાર થતી મારુતિ-૮૦૦ કારને અટકાવી કાર માંથી વિદેશીદારૂની બોટલ નંગ-૯૬ કિં. રૂ.૪૮૦૦૦/- સાથે હિમતનગરના રાયકાનગરમાં રહેતા જીતકુમાર ગણેશભાઇ રાણા (ભીલ) ની ધરપકડ કરી હતી કાર ચાલક ફરાર થઈ જતા કારની કિં.રૂ.૫૦૦૦૦/- મળી કુલ.રૂ.૯૮૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી