ગૌતમ અદાણીના હાથમાં મુંબઈના એરપોર્ટની કમાન

હજારો નવી નોકરીઓ ઊભી કરવાનો વાયદો કર્યો

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટેકઓવર પૂર્ણ કર્યું છે. આ અંગે ગૌતમ અદાણીએ મંગળવારે ટ્વીટ કરીને માહિતી આપી છે. અદાણી ગ્રૂપ છેલ્લા કેટલાક સમયથી એવિએશન સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે અને મુંબઈ એરપોર્ટનું સંચાલન આ દિશામાં એક મોટું પગલું છે.

ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું હતું કે વર્લ્ડ ક્લાસ મુંબઇ મુંબઇ ઇન્ટરનેશનલનું મેનેજમેન્ટને ટેકઓવર કરી અમને આનંદ છે. મુંબઈને ગૌરવ અનુભવવાનું અમારું વચન છે. અદાણી જૂથ બિઝનેસ, લક્ઝરી અને મનોરંજન માટે ભવિષ્યનું એરપોર્ટ ઇકોસિસ્ટમ બનાવશે. અમે હજારો સ્થાનિક લોકોને નવું રોજગાર આપીશું.

મુંબઈ એરપોર્ટનું અગાઉ GVK Group દ્વારા સંચાલન કરવામાં આવતું હતું. અદાણી ગ્રૂપે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં GVK Groupની ભાગીદારી ખરીદીને તેનું મેનેજમેન્ટ મેળવ્યું છે.

 51 ,  1