સરદારનગર પોલીસની જુગાર ધામના અડ્ડા પર રેડ

નરોડા હત્યાકાંડ કેસના આરોપી સહિત સાતની પોલીસે કરી ધરપકડ

બે મહિલા , 5 વાહનો સહિત રોકડ રકમ 1 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો

શહેરના સરદારનગર વિસ્તારમાં લાસ વેગાસની જેમ રાઉન્ડ ધ કલોક દારૂ-જુગારના ધંધા ધમ ધમી રહ્યા છે.જ્યારે પોલીસે કંટ્રોલ મેસેજના આધારે ના છૂટકે રેડ કરતા નરોડા પાટિયા હત્યાકાંડ કેસનો આરોપી અને બે મહિલા સહિત પોલીસે સાત જણા ની ધરપકડ કરી છે.પોલીસે પાંચ વાહનો સહિત રોકકડ રૂપિયા એક લાખ કરતા વધુ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સરદારનગર વિસ્તારના જી વૉર્ડ ખાતેના એક મકાનમાં નરોડા પાટિયા હત્યાકાંડ કેસનો આરોપી હરેશ ઉર્ફે મુગડો જીલુભાઈ જુગાર રમાંડતો હતો.આ વિસ્તારના સ્થાનિક રેહવાસીએ પોલીસને કંટ્રોલ મેસેજ કરી જુગારની બાતમી આપી હતી.આ ઘરમાં છેલ્લા ઘણા સમયથી જુગાર ચાલતો હોવાથી લોકો પણ ત્રાસી ગયા હતા.

સ્થાનિક પોલીસે બાતમીના આધારે રેડ કરતા પોલીસને હપ્તો આપતા આરોપીનો જ અડ્ડો હતો.પરંતુ આજુ બાજુના લોકો અને વિસ્તારમાં લગાવવામાં આવેલા સી.સી.ટી.વી.કેમેરા જોતા ના છુંટકે પોલીસે ધરપકડ કરવાની ફરજ પડી હતી.

 63 ,  1