આર્જેન્ટીના સ્ટાર ફુટબોલર લિયોનલ મેસીએ રચ્યો ઈતિહાસ

Ballon d’or 2021: સાતમી વખત જીત્યો ખિતાબ

આર્જેટીના અને પેરિસ સેંટ જર્મનથી રમતા લિયોનલ મેસી બેલોન ડીઓર 2021ના વિજેતા બન્યા છે. તેને રેકોર્ડ સાતમી વખત આ ટ્રોફી જીતી છે. તેનાથી વધારે કોઈએ આ એવોર્ડ નથી જીત્યો. 34 વર્ષના મેસીએ પોર્ટૂગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રાનલ્ડો અને બાયર્ન મ્યૂનિખના સ્ટાર રોબર્ટ લેવાનડોસ્કીને પાછળ રાખી આ એવોર્ડ પોતાનો નામે કર્યો છે.

મેસી માટે આ એવોર્ડ એટલા માટે ખાસ છે, કારણ કે, આ વર્ષે તેને સ્પેનિશન ક્લબ બાર્સિલોનાને છોડવું પડ્યું હતું. તેનાથી તે છેલ્લા 15 વર્ષોથી જોડાયેલો હતો. ત્યાર બાગ તે ફ્રેંચ ક્લબ પેરિસ સેંટ જર્મન પહોંચ્યો. મેસીએ 2019માં રેકોર્ડ છઠ્ઠી વાર આ ખિતાબ જીત્યો હતો. 2020માં આ એવોર્ડ શોને કોરોનાના કારણે રદ કરી દેવામાં આવ્યો હતો. એક વર્ષના સમયગાળા પછી આ વર્ષે તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.

બેલોન ડીઓર શું છે ? બેલોન ડીઓર એવોર્ડ ફ્રાંસની ફુટબોલ પત્રિકા બેલોન ડીઓર દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. આ એવોર્ડ કલ્બ અને રાષ્ટ્રીય ટીમમાંથી એક વર્ષમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીને આપવામાં આવે છે. વર્ષ 1956માં પહેલી વાર સ્ટેનલી મેથ્યૂઝને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને ત્યારથી દરેક વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે. 2018માં મહિલા ફુટબોલર્સને પણ પુરસ્કાર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે તેનું 65મો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

સૌથી વધારે બેલોન ડીઓર જીતનારા ખેલાડી
લિયોનલ મેસી-7
ક્રિસ્ટિયાનો રોનાલ઼્ડો-5
જોહાન ક્રાયફ- 3
માઈકલ પ્લાતિનો-3
માર્કો વાન બાસ્ટન-3
ફ્રેંચ બેકેનબાઉર-2
રોનાલ્ડો નાઝારિયો-2
આલ્ફેંડો ડી સ્ટેફનો-2
કેવિન કીગન-2
કાર્લ હેન્ઝ- 2

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી