September 26, 2022
September 26, 2022

અર્જુનના તાતા તીર- વીજ કનેક્શનના નામે સરકારે લૂંટ ચલાવી

ગુજરાતમા ખેડૂતોને અપાતા વિજ કનેક્શનને લઇ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ગુજરાત સરકાર દ્વારા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે તે સર પ્લસ રાજ્ય છે, પરંતુ દૂર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ગુજરાતના ખેડૂતોને જે કનેક્શનો મળવા જોઈએ તે નથી મળતા…હાલ રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વિજ કનેક્શન માટે લાખ-દોઢ લાખ રુપિયા લેવામાં આવી રહ્યા છે.

વધુમાં અર્જુન મોઢવાડિયાએ ખેડૂતોને વીજ જોડાણના મુદ્દાઓને લઈને આંદોલનની ચીમકી આપી છે. ગુજરાતમાં 1 લાખ 35 હજાર 923 કનેક્શનની અરજી પેન્ડિંગ હોવાનું મોઢવાડિયાએ જણાવ્યું હતુ. તેમણે પોરબંદર નાનો જિલ્લો હોવા છતાં 2 હજાર 600 વીજ કનેક્શનની અરજી પેન્ડિંગ છે. છેલ્લા બે વર્ષમાં ખેડૂતોને સરકાર હેરાન કરતી હોવાનો મોઢવાડીયાએ આરોપ મુક્યો હતો

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી