‘અર્જુન પટીયાળા’નું ટ્રેલર થયું રીલીઝ: દિલજીત દોસાંજ-કૃતિ સેનોનની જોડી જમાવશે રંગ

અનુરાગ કશ્યપની ‘ઉડતા પંજાબ’થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજ હવે કૃતિ સેનોન સાથે અર્જુન પટિયાલામાં જોડી જમાવશે. આ ફિલ્મનું હાલમાં જ ટ્રેલર રીલીઝ થયું છે. તેમની સાથે ‘ફૂકરે’ ફેમ વરુણ શર્મા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની કથાને ટ્રેલરમાં યુનિક રીતે દર્શાવવામાં આવી છે.

‘ભારતીય સિનેમાની 245મી પોલીસ પિક્ચર’ એવી ટેગલાઈન ધરાવતી આ ફિલ્મની કથા કોપ ડ્રામાની થીમ પર આધારિત છે. દિલજીત દોસાંજ અને વરુણ શર્મા પોલીસવાળાની ભૂમિકામાં તો કૃતિ સેનોન એક રિપોર્ટરની ભૂમિકામાં દેખાશે. આ પહેલા ફિલ્મ ‘લુકાછુપી’ માં પણ કૃતિ રિપોર્ટરના રોલમાં દેખાઈ હતી.

આ ફિલ્મ મડોક ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે જેમણે ‘હિન્દી મીડીયમ’ અને ‘સ્ત્રી’ જેવી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું છે, અને દિગ્દર્શન રોહિત જગરાજે કર્યું છે. આ ફિલ્મ 26 જુલાઈએ રીલીઝ થશે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી