અરમાન કોહલીના જામીન ફરી નામંજૂર, પાંચ મહિનાથી જેલમાં બંધ છે અભિનેતા

બોમ્બે હાઈકોર્ટે અભિનેતાને જામીન આપવા કર્યો ઈનકાર

નાર્કોટિક્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ અભિનેતા અરમાન કોહલીના જામીન બોમ્બે હાઈકોર્ટે ફગાવ્યા છે. ઓગસ્ટ 2021માં અરમાનના ઘર પર દરોડો પાડવામાં આવ્યા હતા, જ્યાંથી કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ NCB દ્વારા અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી. NCB દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અરમાન કોહલીના ડ્રગ્સ માફિયા સાથે લિંક છે, જેના પુરાવા પણ છે.

અરમાન કોહલી ઓગસ્ટ 2021 થી ન્યાયિક કસ્ટડીમાં છે.જ્યારે અરમાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે NCBએ સ્પષ્ટ કર્યુ હતું કે, અરમાન ડ્રગ્સના સેવનને લઈને ઘણા મોટા આરોપોનો સામનો કરી રહ્યો છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અરમાનની ધરપકડ કરતા પહેલા તેના ઘરે દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન તેના ઘરેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.પૂછપરછ દરમિયાન જ્યારે અભિનેતાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. પૂછપરછ બાદ NCB અધિકારીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સનો મામલો સામે આવ્યા બાદ NCB બોલિવૂડ પર નજર રાખી રહ્યું છે. ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં અનેક સેલેબ્સના નામ સામે આવી ચૂક્યા છે. ડ્રગ્સ કેસમાં આ અગાઉ રિયા ચક્રવર્તી, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે થોડા દિવસ જેલમાં રહ્યા બાદ તેને જામીન મળી ગયા હતા. આ સિવાય ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ પણ સામે આવ્યું હતું. ત્યારે હાલ ડ્રગ્સ કેસમાં ફસાયેલા એક્ટર અરમાન કોહલીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી