ખેડૂત આંદોલન વચ્ચે સિંધુ બોર્ડર પર ઘર્ષણ, પથ્થરમારામાં અનેક ઘાયલ

સ્થાનિકો અને ખેડૂતો વચ્ચે પથ્થરમારો, પાંચ પોલીસકર્મીઓ ઘાયલ

દિલ્હીની સિંઘુ બોર્ડર પર જબરદસ્ત બબાલ જોવા મળી રહી છે. અહીં ખેડૂત પ્રદર્શનકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. સામસામે પથ્થરમારો થયો છે. બબાલ એટલી વધી ગઈ કે ત્યાં હાજર પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરવો પડ્યો છે. 

સિંઘુ બોર્ડર ખાલી કરાવવા માટે રસ્તા પર ઉતરી પડેલા સ્થાનિક લોકો અને નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું છે. સામ સામે પથ્થરમારો થયો છે. લોકોને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા, લાઠીચાર્જ કરવો પડ્યો. 

મીડિયા રીપોર્ટ મુજબ, આ અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા છે. અમુક પોલીસકર્મીઓને પણ ગંભીર ઈજા થઈ છે. એક SHO પર તલવારથી પણ હુમલો કરવામાં આવ્યો છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર