ખેડૂત ન્યાયની માંગણી સાથે વિધાનસભા પહોંચ્યો, પોલીસે કરી અટકાયત

સચિવાલય ખાતે ભાવનગરના ખેડૂતો પોતાની રજૂઆત કરવા પહોંચતા અટકાયત

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રનો ત્રીજો દિવસે વિરોધ કરી રહેલા ખેડૂતની અટકાયત કરવામાં આવી હતી. ખેડૂતોની હાલત ચારેતરફથી દયનીય બની છે. એક તરફ આકાશી આફત, ને બીજી તરફ માંડ માંડ પાક પાકે ત્યા પૂરતો ભાવ ન મળે તો રોવાનો વારો આવે છે. આવામાં તળાજાના એક ખેડૂત કપાસ અને મગફળીનો પોષણક્ષમ  ભાવ ન મળતા વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા.

તળાજાના બોડકી ગામના ગીગાભાઈ નામના ખેડૂત ન્યાયની માંગણી સાથે ગાંધીનગર આવ્યા હતા. તેઓ છોટા હાથી પીક અપ વાનમાં કપાસ લઈને વિધાનસભાના ગેટ નંબર 4 પર પહોંચ્યા હતા. તેઓ કપાસનો ઢગલો ગેટ પાસ કરવા જતા હતા, ત્યાં ગાંધીનગર પોલીસે તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, પોલીસે ખેડૂતને મીડિયાની નજરથી  બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ મીડિયા કર્મચારીઓને કવરેજ કરતા પણ રોક્યા હતા.

વિરોધ દર્શાવતા ખેડૂતે કહ્યું હતું કે, હું કપાસ અને મગફળીનો પોષણ ક્ષમ ભાવ ન મળતાં વિરોધ કરવા પહોંચ્યો છું. ગીગાભાઈએ ગત વર્ષે કપાસની ખરીદી માટે ઓનલાઇન અરજી કરી હતી. તેમના પાછીના ખેડુતોના કપાસની ખરીદી થઇ હતી, પણ તેમના કપાસની ખરીદી ન થતાં તેઓ વિરોધ કરવા સીધા ગાંધીનગર આવ્યા હતા. આ માટે તેઓ પોતાનો કપાસ લઈને આવ્યા હતા. 

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર