સૈન્ય વડા નરવણે દેશના બીજા CDS બને તેવી શક્યતા

બિપિન રાવત પછી સેનાના પ્રમુખ બન્યા હતા મુકુંદ નરવણે

તમિલનાડુના નીલગિરિસમાં ગઈકાલે હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની ડૉ. મધુલિકા રાવત સહિત 13 લોકોના દુઃખદ નિધન થયા હતા. જેના પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. તેમના નિધનથી સંરક્ષણ ક્ષેત્રને મોટી ખોટ પડી છે. જો કે, હવે સવાલ એ ઊભો થાય છે કે સીડીએસના પદ માટે આગામી વ્યક્તિ કોણ હશે? અને દેશની સુરક્ષાની જવાબદારી કોના હાથમાં સોંપવામાં (New CDS)આવશે? સેનાની ત્રણેય પાંખોના સંકલન માટે સીડીએસની પોસ્ટ બનાવવામાં આવી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સેનાના ત્રણેય વડાઓથી ઉપર છે. એટલું જ નહીં, આ પોસ્ટ પર કામ કરનાર વ્યક્તિની વય મર્યાદા 65 વર્ષ હોય છે.

બેઠકમાં આગામી સીડીએસના નામની ચર્ચા !

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બુધવારે બેઠક મળી હતી. CCSની આ બેઠકમાં Mi-17 V5 દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જો કે, સૂત્રોએ માહિતી આપી છે કે આ બેઠકમાં આગામી સીડીએસના નામ પર પણ ચર્ચા કરવામાં આવી છે.

CDSના પદ માટે જે સૌથી યોગ્ય નામ સામે આવી રહ્યું છે તે આર્મી ચીફ જનરલ એમએમ નરવણેનું છે. ત્યાર બાદ બીજા નામ પર જે અટકળો કરવામાં આવી રહી છે, તેમાં ભારતીય વાયુ સેનાના પ્રમુખ (Indian Air Force)એર ચીફ માર્શલ વીઆર ચૌધરી (Air Chief Marshal VR Choudhary)અને નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમાર સામેલ છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી