સેના પ્રમુખની ચેતવણી – ચીન પાકિસ્તાની દોસ્તી ખતરનાક, પડકારનો સામનો કરવા માટે તૈયાર

પાક- ચીનની જુગલબંધીથી મોટો ખતરો, અથડામણની આશંકાને નકારી ન શકાય : સેના પ્રમુખ

સેના પ્રમુખ જનરલ નરવણેએ જણાવ્યુ હતું કે પાકિસ્તાન અને ચીનની દોસ્તી આપણાં માટે જોખમ ઊભું કરી શકે છે. તેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ઉત્તરની સરહદો પર અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ. પશ્ચિમી સરહદ પર પાકિસ્તાન આતંકવાદને વધારો આપી રહ્યું છે, પરંતુ તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે આવી હરકતોને સહન કરવામાં નહીં આવે. પલટવારનો અમારો અધિકાર સુરક્ષિત છે. તેની જગ્યા અને સમય અમે નક્કી કરીશું. અમારા પ્રહાર જરૂરથી થશે. જનરલ નરવણેએ મંગળવારે સેનાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું.

સેના પ્રમુખ એમ એમ નરવણેએ કહ્યું કે પાકિસ્તાન અને ચીન મળીને ભારત માટે એક શક્તિશાળી સંકટ પેદા કરી શકે છે અને અથડામણની આશંકાને દુર નહીં કરી શકાય. તેમણે કહ્યું કે અમારી ઉત્તરી બોર્ડર પર અને લદ્દાખમાં ઉચ્ચ સ્તર તરફની તૈયારી છે અને કોઈ પણ પડકારને પહોંચી વળવા તૈયાર છીએ.

લદ્દાખ અને ઉત્તરી સીમાની તૈયારીઓ વિશે જણાવતા કહ્યું કે સેનાએ ઠંડીને લઈને સંપૂર્ણ તૈયારી કરી છે. લદ્દાખની સ્થિતિની જાણકારી આપતા સેના પ્રમુખે કહ્યું કે અમને શાંતિપૂર્વકના સમાધાનની આશા છે. પરંતુ અમે કોઈ પણ આકસ્મિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર છીએ. આ માટે ભારતની તમામ લોજિસ્ટિક તૈયારી સંપૂર્ણ છે.

સેના પ્રમુખે કહ્યું કે પૂર્વ લદ્દાખમાં અમે સતર્ક છીએ. ચીનની સાથે કોર્પ્સ કમાન્ડર લેવલની 8 દોરની વાર્તા થઈ ચૂકી છે આપણે આગલા રાફન્ડની વાર્તાનો ઈન્કાર કરી રહ્યા છીએ. અમને આશા છે કે સંવાદ અને સકારાત્મક પહેલથી આ મુદ્દાનું સમાધાન શોધી શકાય છે. તેમણે કહ્યું કે કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા અમારી તૈયારી ઉચ્ચ સ્તરની છે.  અને અમારી સેનાનું મનોબળ પણ ઉંચું છે.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર