અરવલ્લી: બાયડના આર્મી જવાન આસામમાં શહીદ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આર્મી જવાન શહીદ થયા છે. બાયડ તાલુકાના ભરવાડના મુવાડા(લાંક) ગામના વતની ભગવાનભાઈ લખાભાઈ ભરવાડ આસામમાં ફરજ બજાવી રહ્યાં હતા. તે દરમિયાન બ્રેઇન હેમરેજ અને પેરાલિસિસ થતાં તેમનું કોલકાતાની એક હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે.

શહીદ જવાનનો પ્રાર્થિવદેહને માદરે વતન લવાતાં પરિવાર તેમજ સમગ્ર ગામમાં માતમ છવાયો છે. માદરે વતન ખાતે આર્મી ના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન આપવામાં આવ્યું. જેમાં બાયડ ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ હાજરી આપી હતી તેમજ બહોળી સંખ્યા માં ગ્રામજનો એ હાજરી આપી હતી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી