September 20, 2021
September 20, 2021

સુરતમાં પોલીસે માર મારતા આર્મી મેજરના પિતાનું મોત!

વોચમેનનું સારવાર દરમિયાન મોત, ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી તપાસ

રાજ્યમાં અવાર નવાર કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરત પોલીસની ખાખી પર ફરી એકવાર ડાગ લાગ્ય છે. પોલીસે સુરત ડાયમંડ ફેક્ટરીમાં વોચમેન તરીકે કામ કરતા વોચમેન પર પ્રોહીબિશનના ગુનામાં જેલમાં ધકેલી દીધો હતો, જો કે વોચમેન જામીન પર છૂટ્યા બાદ પોતાનો મોબાઈલ લેવા પોલીસ મથકે ગયો તો વરાછા પોલીસ મથકના ડી સ્ટાફે માર મારતા માથાની નસ ફાટી જતાં બ્રેઈન હેમરેજ થતા મોત નિપજ્યું હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો છે. વોચમેનના ભત્રીજાએ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરતા સમગ્ર મામલે ACPને તપાસ સોંપવામાં આવી છે. મૃતક વોચમેનનો પુત્ર અંકુશ તોમર જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં મેજર છે. 

સુરતના નવાગામ-ડિંડોલી ખાતે આવેલ મહાદેવનગરમાં રહેતા સતીષ રાજેન્દ્ર તોમરે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને અરજી કરી હતી કે તેમના કાકા શિવસિંગ કુવરસિંગ વરાછા રોડ ખાતે એક ડાયમંડ ફેક્ટરીમાં વોચમેનનું કામ કરે છે. વરાછા પોલીસે શિવલિંગની પ્રોહીબીશનના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી, જોકે બીજા જ દિવસે શિવસિંગને કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર મુક્ત કરાયો હતો. શિવસિંગ ત્યાર પછી પોતાનો મોબાઇલ અને ૫ હજાર રોકડા લેવા માટે વરાછા પોલીસ સ્ટેશન ગયો હતો જે પોલીસ કસ્ટડીમાં હતાં. 

જોકે ત્યાંથી તેઓ પોતાની ફેક્ટરી ઉપર ગયા હતાં, પરંતુ ત્યાર અચાનક તેમની તબિયત લથડતા સારવાર માટે  પહેલા સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયા હતાં, જ્યાં તબીબોના કહેવાથી વધુ સારવાર માટે નવી સિવિલ લઇ જવાયા હતાં. જ્યાં ડોકટરોએ તેમના માથાની નશ ફાટી જવાથી બ્રેઇન હેમરેજ થયું હોવાનું જણાવ્યું હતું, આ સાથે જ તેમને માર મારવાથી ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું. 

આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ થતાં તેમને એસીપી એ ડિવિઝન સી કે પટેલને તપાસ સોંપી છે, પરિવાર દ્વારા વરાછા ડી-સ્ટાફ દ્વારા શિવસિંગને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. હવે સારવાર લઈ રહેલા શિવસિંગનું સારવાર દરમિયાન મોત થયું છે, પરિવારે ન્યાયની માંગણી કરી છે.

 74 ,  1