જમ્મુ કાશ્મીરમાં સેનાનો સપાટો, છેલ્લા 24 ક્લાકમાં 3 આતંકીઓ ઠાર

હિઝબુલ કમાન્ડર શિરાઝ મૌલવી અને યાવર ભટ્ટને ઉતાર્યા મોતને ઘાટ

જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોની કાર્યવાહી સતત ચાલુ છે અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર થયા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં એન્કાઉન્ટર ચાલુ છે અને રાજ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સેનાની 9 રાષ્ટ્રીય રાયફલ્સ અને સીઆરપીએફ સાથે મળીને સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે. જ્યારે શ્રીનગરમાં અથડામણ પૂરી થઈ ગઈ છે. 

કુલગામમાં ગઈકાલથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ વધુ એક આતંકીને ઠાર કર્યો છે. કુલગામમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ કમાન્ડર શિરાઝ મૌલવી અને યાવર ભટ્ટ તરીકે થઈ છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક AK-47 રાઈફલ મળી આવી છે. આ પહેલા સાંજે જવાનોએ એક આતંકીને ઠાર માર્યો હતો. 

આ સિવાય શ્રીનગરના બેમિનામાં પણ એક આતંકવાદી મરાયો છે, જ્યાં સર્ચ ઓપરેશન પૂરું થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીનગરમાં માર્યા ગયેલા આતંકવાદીનું નામ અમીર રિયાઝ છે, જે મુજાહિદ્દીન ગજવાતુલ હિંદ નામના આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો. આમિર રિયાઝ ભૂતકાળમાં લથપોરા હુમલાનાં આરોપી આતંકવાદીનો સંબંધી હોવાનું કહેવાય છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી